મોરબી : અતિ ભારે વરસાદ ના કારણે નુકશાન પામેલ રોડ રસ્તા ને તાત્કાલિક રીપેર કરવાની માંગ

- text


મોરબીના કોંગી આગેવાન કાંતિલાલ બાવરવાએ રજૂઆત કરી

મોરબી જીલ્લા માં તાજેતર માં અતિવૃષ્ટી થી ઘણા રોડ-રસ્તા ઓ કોજવે વગેરે ને મોટા પાયે નુકશાન થવા પામેલ છે. જે રોડ રસ્તાઓ ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેરી વિસ્તાર ના લોકો માટે ખુબજ ઉપયોગી અને અગત્ય ના રસ્તાઓ છે. આ રસ્તાઓનો ઉપયોગ સ્કુલ ના વિદ્યાર્થીઓસ્કુલ જવા માટે ,ઘણા નોકરિયાત લોકો નોકરી પર જવા માટે ,ગામડામાંથી શહેરમાં જવા માટે ,તેમજ બીમાર દર્દીઓ ને દવાખાને લઇ જવા માટે થાય છે. અને હાલ માં આ રસ્તાઓ ને ખુબજ મોટા પાયે તો ક્યાંક ક્યાંક નાના ગાબડા ઓ પડેલા છે. ત્યારે મોરબીના કોંગી આગેવાન કાંતિલાલ બાવરવાએ અતિ ભારે વરસાદ ના કારણે નુકશાન પામેલ રોડ રસ્તા ને તાત્કાલિક રીપેર કરવાની માંગ સાથે રજૂઆત કરી છે.
સચિવ શ્રી ,બી એન્ડ સી. વિભાગ (આર.એન્ડ બી. )ને કરેલી રજુઆતમાં કરી તાકીદે કામગીરી કરવાની રજૂઆત કરવામાં આવી છે. જેમાં
(૧) જો નાના ગાબડાઓ થયેલ હોય તો તેમાં તાત્કાલિક ડામર કામ ના થઇ શકે પરંતુ જો આ ગબડાઓમાં પેવર બ્લોક નાખીને પુરવામાં આવે
(૨) જો કોજવે તૂટેલ હોય તો ત્યાં પ્રીકાસ્ટ બ્લોક દ્વારા રીપેરીંગ કરવામાં આવે
(૩) આ ઉપરાંત હાલ માં ટેકનોલોજી અને સંસોધનો એટલા આગળ છે.કે. જો દરિયામાં પાણી વચ્ચે પણ સિમેન્ટ કામ થઇ શકતું હોય તો આવા કામોમાં આવી ટેકનોલોજી તેમજ મટીરીયલ્સ નો ઉપયોગ કરી ને લોકોની તકલીફ દુર કરવાની માંગ
આ ઉપરાંત આપની પ્રી-મોન્સુન કામગીરી સામે પણ લોકો દ્વારા સવાલો ઉઠાવવામાં આવેલ છે. જો પ્રી-મોન્સુન કામગીરી સારી રીતે કરવામાં આવતી હોય તો આવી નુકસાની થતી અટકે તેવું લોકો કહી રહ્યા છે.
તો અમારા ઉપરોક્ત માંગણી તેમજ સૂચનો બાબતે સકારાત્મક રીતે વિચારી ને યોગ્ય નિર્ણય લઇ લોકોની તકલીફો દુર થાય તેવું કરવા મોરબીના કોંગી આગેવાને રજૂઆત કરી છે.

- text

- text