મોરબી જિલ્લામાં નેટબંધી મુદત લંબાવાઈ : મંગળવારે 2 વાગ્યા સુધી મોબાઈલ નેટ બંધ રહેશે

- text


હળવદ જૂથ અથડામણમાં વધુ એકના મોતના પગલે સાવચેતીના ભાગરૂપે તંત્રનો નિર્ણય

મોરબી : મોરબી જિલ્લાના હળવદમાં થોડા દિવસ પેહલા બે જ્ઞાતિના જૂથ વચ્ચે થયેલી અથણામણમાં અત્યાર સુધીમાં ત્રણના મોત નિપજ્યા છે. ગઈ કાલે સારવાર દરમિયાન એકનું મોત થતા મોરબી જિલ્લામાં શાંતિનો માહોલ જળવાઈ રહે તે માટે સોમવાર બપોરના બે વાગ્યા સુધી નેટબંધીના આદેશ આપવામાં આવ્યા હતા. જ્યારે ગઈકાલે રવિવારે અમદાવાદ સારવાર દરમિયાન મૃત્યુ પામેલા ભરવાડ યુવાનની હજુ સુધી ડેડબોડી ના સ્વીકારતા મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે 24 કલાકની મોબાઈલ નેટ સેવા બંધના આદેશ વધારીને 48 કલાક કરી નાખ્યા છે. મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા રવિવારે બપોરે 2 થી સોમવાર બપોર 2 વાગ્યા સુધી નેટબંધીના આદેશ આપ્યા હતા. જેમાં વધારો કરી આજે ફરી થી મંગળવાર બપોરે 2 વાગ્યા સુધી મોબાઈલ નેટ સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી મોરબી જિલ્લાના મોબાઈલ ધારકો હજુ મંગળવાર સુધી નેટ કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કે એસએમએસ નહિ કરી શકે. જયારે નેટ બંધીની મુદત વધારતા મોબાઈલ અને સોશિયલ મીડિયાના રસિકોમાં નારાજગી વ્યાપી ગઈ ગઈ હતી.

- text

- text