મોરબી : આવાસ યોજના લોકાર્પણને એક વર્ષ થવા છતાં લાભાર્થીઓ આવાસ વિહોણા

- text


એક વર્ષથી ૪૦૦ આવાસોની ઘોર અવદશા : તંત્રનાં લૂલા જવાબ

મોરબીમાં ૪૦૦ આવાસોની યોજનામાં તંત્રની મેલી મુરાદ સામે આવી છે. લોકોપર્ણના એક વર્ષ બાદ પણ હજી સુધી લાભાર્થીઓને આવાસો સોપાયા નથી. બીજી તરફ આવાસોની ઘોર દુર્દશા થઈ રહી છે. અને ઉપયોગ વિના પડ્યા પડ્યા ખંડેર બની જવાથી દહેશત સેવાઇ રહી છે.
મોરબીનાં લીલાપર રોડ ઉપર નગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજનાં અંતર્ગત રૂ.૧૧.૫૪ કરોડનાં ખર્ચ ઘર વિહોણા લોકોને પોતાના સ્વપનનું ઘર મળી રહે તે માટે ૪૦૦ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ગત ૧૫ ઓગસ્ટ ૨૦૧૬ના રોજ સીએમના હસ્તે ૪૦૦ આવાસોનું લોકાર્પણ કરાયું હતું. બાદમાં ડ્રોથી લાભાર્થીઓને આવાસો આપવાનો નિર્ણય કરીને ડ્રો યોજવામાં આવ્યો હતો. જાન્યુયારીએ ડ્રો થયા બાદ પણ હજી સુધી લાભાર્થીઓને ૪૦૦ આવાસો આપવામાં આવ્યા નથી. જેથી ઉપયોગ વિના આવાસો ધૂળ ખાઈ રહ્યાં છે. અને ભેકાર જેવા ભાસી રહ્યાં છે. આવાસોની હાલત ધીરે ધીરે ખરાબ થઈ રહી છે. બાંધકામમાં અમુક જગ્યાએ તિરાડો પડી ગઈ છે. બારીઓનાં કાચ તૂટી ગયા છે. લાભાર્થીઓ રહેવા જાય તે પહેલા આવસોમાં ગટરની સમસ્યા સર્જાઈ છે. ત્યારે ૪૦૦ આવાસો લાભાર્થીઓને હજી કેમ સોપાય નથી તે અંગે ચીફ ઓફિસરે જણાવ્યુ હતું કે, આ આવાસોમાં લાઇટ કનેકશન બાકી છે. લાઇટ કનેકશનનું કામ પૂરું થાય બાદ લાભાર્થીઓને આવાસો સોપી દેવાશે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે, એક વર્ષ સુધીમાં તંત્રને લાઇટ કનેકશન માટે સમય કેમ ન મળ્યો?

- text

 

- text