મોરબી : સરકારી પોલીટેકનિક કોલેજનાં નવા કેમ્પસમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

- text


મોરબી ખાતે એલ.ઈ. પોલીટેકનિક કોલેજ દ્વારા ૬ જુલાઈનાં રોજ મહેન્દ્રનગર પાસેના નવા કેમ્પસમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજનાં આચાર્ય શ્રી ડી.બી વાગડિયા, પ્રો. એન.કે અરોરા, ઉપાધ્યક્ષ ડીડીઓ પાણી પુરવઠા વિભાગ પી.વી. મારવણીયા, આઈટીઆઈ મોરબીના આચાર્ય આર. જે. કૈલા, પીપલી ગામનાં સરપંચ પ્રવીણભાઈ ઝાલા, એલઈ કોલેજનાં એનએસએસ કોઓર્ડીનેટર ડો. એન.જે કોઠારી તેમજ કુ. એ.એસ પરીલ અને તેમની ટીમ તથા તમામ વિભાગનાં વાળા, કર્મચારીઓ અને આશરે ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે સંસ્થાનાં કેમ્પસમાં આશરે ૧૬૦૦ વૃક્ષો રોપવામાં આવ્યા હતા. કેમ્પસમાં ઉપસ્થિત સૌ કોઈએ કેમ્પસને લીલું હરિયાળું રાખવાનું વચન લીધું હતું.

- text

આ પ્રોગામની સફળતા માટે ધરમપુર નર્સરી સંસ્થા, વનખાતાના અધિકારી ગોગરા સાહેબ, મયુર નેચર ક્લબના મારુતિ સાહેબ અને અનીલ પટેલ સાથે વી.એ. ચીખલીયાનાં નિસ્વાર્થ પ્રયત્નો સહિત કોલેજવાળાએ સૌ કોઈનો અભાર માન્યો છે.

- text