મોરબી : સિવિલ હોસ્પિટલમાં ગાયનેક સ્ટાફની દાદાગીરીથી દર્દીઓની માઠી દશા

- text


મોરબીની સિવિલ હોસ્પિટલનો સ્ટાફ દર્દીઓ સાથે અમાનવીય વર્તાવ કરવા માટે કુખ્યાત બની ગયો છે. તાજેતરમાં બે ડીલેવરીનાં કિસ્સામાં હોસ્પિટલ સ્ટાફ ઉધ્ધત વર્તન કરીને દર્દીઓ તથા તેમના સગાઓને મુશ્કેલીમાં મૂકી દીધાની ફરીયાદ ઉઠી છે. આ મામલે જવાબદાર અધિકારીએ પણ હાથ ઉચ્ચા કરી દીધાનો દર્દીઓનાં પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.

- text

મોરબીની સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ દર્દીઓ સાથે ઉધ્ધત વર્તનથી ઉઠેલી ફરીયાદ મુજબ ઘણા સમયથી હોસ્પિટલનાં પ્રસૂતિ વોર્ડમાં દર્દીઓ સાથે ગેરવર્તણૂક કરી રહ્યાંની ફરીયાદ ઉઠી રહી છે. તેમાય બે ડિલીવરીનાં કેસમાં સ્ટાફે માનવતા મરી મરવાનું હોય તેવું વર્તન કર્યું હતું. જેમાં કુલીનગરમાં રહેતી નસરત પરબીન મુનાભાઇ શેબ નામની પરણીતા પ્રસૂતિની સારવાર માટે ગત તા.૩ના રોજ સિવિલ હોસ્પિટલનાં પ્રસૂતિ વોર્ડમાં દાખલ થઈ હતી. પરંતુ તેમની સારવાર માટે ગાયનેક તબીબ આવ્યા જ ન હતાં. અને તેમના પરિવરજનો ડોક્ટર અંગે વારંવાર પૂછપરછ કરતા સ્ટાફનો પીતો ગયો હતો. સ્ટાફે કહી દીધું હતું કે , ડોકટર નહીં આવે. અહીં શું કામ આવો છો પ્રાઈવેટ હોસ્પિટલમાં જતાં રહો. સ્ટાફના આવા માનવતા વિહોણા અભિગમથી દર્દીના પરિવારજનો ડઘાઈ ગયા હતા. જો કે દર્દીના પેટમાં અસહ્ય દુખાવો થતો હોવા છતાં સ્ટાફે જરાય ધ્યાન દીધું ન હતું. આથી તેવો જવાબદાર અધિકારી પાસે ગયા હતા. પરંતુ તે અધિકારીઓએ ગાયનેક વોર્ડ જ બંધ કરી દેવો છે. તેવો જવાબ આપીને દર્દીનો હાથ ઝાલ્યો ન હતો. બીજા કિસ્સામાં શોભેશ્વર રોડ પરના મફતિયા પરામાં રહેતા અર્ચનાબેન સુનિલભાઈ લુહાર પણ ડીલેવરી માટે હોસ્પિટલમાં આવી હતી. તેમણે પણ અસહ્ય દુખાવો થવા છતાં સ્ટાફે ઉધ્ધત વર્તન કરીને દર્દી ઊભા થઈ ન શકે તેવી સ્થિતિમાં ચાલવાનું કહ્યું હતું અને કેસના કાગળિયા ફેકી દિધા હતા. તેમજ પ્રાઈવેટ હોસ્પીટલમાં જવાનું કહીને તરછોડી દીધા હતાં.

- text