મોરબી વવાણીયા માર્ગ પર ટ્રાફિક નિયમન અમલમાં મુકવા બ્રિજેશ મેરજાની માંગણી

- text


વાહનોની અવર-જવર બેફામ ગતિએ થતી રહેતી હોવાથી માનવ હિંસા રોકવા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશ મેરજાની રજૂઆત

મોરબી વાવાણીયા રોડ ઉપર ભારે વાહનોની વધારે અવર જવર બેફામ ગતિએ થતી હોય છે. તેથી રાહદારીઓ અને નાના વાહન ચાલકોને અકસ્માતનો ભય રહે છે. આથી મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશ મેરજાએ જીલ્લા પોલીસ વડાને આ માર્ગ પર ટ્રાફિક નિયમન અમલ મુકવા માટે રજૂઆત કરી છે.
આ વર્ષ શ્રીમદ્ રાજચંદ્રની ૧૫૦મી જન્મ જયંતી વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે. જ્યારે રાજચંદ્રનું જન્મ સ્થળ વાવણીયા જવા માટે વપરાતો મોરબીથી વાવણીયા માર્ગ પર અકસ્માતોથી થતી માનવ હિંસા અટકાવામાં માટે બ્રિજેશ મેરજાએ રજૂઆત કરી છે. આ માર્ગ ઉપર મોટા દહીસરા થી નવલખી તરફ જતા બંદરને લીધે સતત ભારે વાહનો ટ્રક ડમ્પર મોટી સંખ્યામાં અવર જવર રહે છે. અને પીપળીયા ચાર રસ્તે માળિયા હાઇવેથી જામનગર જતા આવતા કરછ અને અમદાવાદનો ટ્રાફિક પણ ખુબ રહે છે. સાથો સાથ માળિયા તાલુકામાંથી મુસાફરોને લઈને આવતી જતી એસ.ટી. બસ પણ વ્યાપક પ્રમાણમાં અવર જવર કરે છે. આ બધી પરિસ્થિતિઓને લીધે ટ્રાફિક વારંવાર અવરોધાય છે. ત્યાંના લોકોને સતત અકસ્માતનો ભય રહે છે. રાહદારીઓ લાચારી અનુભવે છે, આ માર્ગના રાહદારીઓને સુરક્ષા બક્ષવી ખુબ જરૂરી છે. તેથી આ રસ્તા પર ટ્રાફિક નિયમન અમલમાં મુકવા માંગણી કરી છે. બ્રિજેશ મેરજાએ બધુમાં જણાવ્યું હતુકે, અકસ્માતોનું પ્રમાણ પણ ઉતરોતર વધતું જાય છે. અને મોટાભાગે મોરબી -કંડલા બાયપાસ પર આવેલ નવલખી રેલ્વે ફાટક પણ બંધ રહે છે. પરિણામે ટ્રાફિકની સમસ્યા વધુ રહે છે. તે જોતા પોલીસ તંત્રે સતત મોબાઈલ પેટ્રોલિંગ આ માર્ગ ઉપર કરતા રહેવું જોઈએ તેવી પણ માંગણી કરી છે.

- text

- text