ટંકારા : મોદીના રાજકોટ આગમનને લઈ પોલીસ દ્વારા બે ચેકપોસ્ટ ઉપર સઘન ચેકિંગ

- text


ટંકારા : દેશનાં વડાપ્રધાન રંગીલા રાજકોટના કાર્યક્રમમાં હાજરી આપવા આવી રહ્યા છે. ત્યારે ટંકારા પોલીસ દ્વારા રાજકોટ મોરબી રોડ પર બે ચેક પોસ્ટ ઊભી કરી સઘન ચેકિંગ શરૂ કર્યું છે. જેમાં મિતાણા અને લતિપર ચોકડી પાસે ખાસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.
પોલીસ જ્વાનો આ વરસાદના બફારા વચ્ચે પરસેવે નિતરી દેશના પ્રધાન સેવકની સુરક્ષાનું ધ્યાન રાખવામા કોઈ કસર છોડવા માગતા નથી. સાથે સાથે રાહદારીઓ પણ પોલીસને મિત્ર બની સહકાર આપી રહ્યા છે. જો કે ટંકારા પાસ કાર્યકરો દ્વારા કોઈ કાર્યક્રમની જાહેરાત કરી ન હોવાથી પણ પોલીસે રાહતનો શ્વાસ લીધો છે. ખાસ વર્તુળોએ જણાવ્યુ હતું કે જરૂર પડે પાસ કાર્યકરોને નજર કેદ પણ રખાય તો નવાઈ નહીં.

- text

 

- text