મોરબી નજીક હાઈવે પર કારખાનામાં લાગેલી આગ 11 કલાકે કાબુમાં આવી

- text


મોરબી જિલ્લો હોવા છતાં આગની દુર્ઘટનામાં રાજકોટ પર મદાર રાખવો પડે છે

મોરબી : મોરબી નજીક નેશનલ હાઇવે પર ટિબડીના પાટિયાથી આગળ પાટીદાર ટાઉનશીપ પાછળના ભાગે આવેલા સનરાઇઝ ફેબ્રિકેસન નામના કારખાનામાં ગત રાત્રે 9 વાગ્યાની આસપાસ આગ લાગ્યાની જાણ થતાં મોરબી ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે પોહચી ગયો હતો. પરંતુ ફાયરની ટિમ પોહચે તે પહેલાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. મોરબીની ફાયરબ્રિગેડની ટિમ આગ પર કાબુ મેળવવા કામે લાગી હતી. પણ આગ કાબુમાં ના આવતા તંત્ર દ્વારા મોરબી ઉપરાંત ધ્રાંગધ્રા અને રાજકોટથી ફાયર વિભાગની મદદ લેવાની ફરજ પડી હતી. આ આગ એટલી ભયાનક હતી કે આગ પર કાબુ મેળવવામાં 11 કલાક લાગી હતી. ગઈ કાલે રાત્રે 9 વાગ્યાની આસપાસ લાગેલી આગ ભ્રૂળવારે સવારે 8 વાગ્યાની આસપાસ કાબુમાં આવી હતી. મોરબી, રાજકોટ, ધ્રાંગધ્રા,ના ફાયરોએ 35 જેટલા ફેરા કરી મહા મુસીબતે આગ પર કાબુ મેળવી લીધો હતો. જયારે આગની ઘટના ના પગલે મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થેળે દોડી ગયા હતા.

- text

મોરબી જિલ્લો હોવા છતાં આગની દુર્ઘટનામાં રાજકોટ પર મદાર રાખવો પડે છે : ઉધોગકારો લાચાર
મોરબીના ફેબ્રિકેશનના યુનિટમાં લાગેલી આગની ઘટના છેક 11 કલાકે કાબુમા,આ આવી હતી અંગે મોરબી સીરામીક એસોસિયેશનના પ્રમુખ નિલેશ જેતપરીયાએ જણાવ્યું હતું કે મોરબી ઉધોગમા વિકાસ પામતું શહેર છે અને ૭૦૦ થી વધુ સિરામીક ફેકટરી છે જેમાં કીલન આવે છે જેમા સતત આગ હોય છે ત્યારે ગઈ કાલે કંડલા રોડ એક પ્લાસ્ટિક ફેકટરી મા આગ લાગી અને કરોડો નું નુકસાન ગયું તેમાં મોરબી ફાયરબ્રીગેડ ની ફેસીલીટી નો અભાવ સ્પષ્ટ કારણભૂત હતું મોરબી ફાયર બ્રિગેડ પાસે એવી સારી કોઇ ફેસીલીટી જ નથી ત્યારે આ બાબતે તંત્રે જાગવું જરૂરી છે નહીતર ક્યારેક મોટું હોનારત થશે .. અત્યાર સુધી ના આગ લાગવાના કિસ્સામાં મોટાભાગે રાજકોટ થી ફાયરફાયટર આવે ત્યારે જ આગ કાબુમા આવે છે અહીં કે વાંકાનેર બન્ને જગ્યાએ તો ફેસીલીટી ની નામે મીંડુ છે અને તે પણ ફક્ત ૧૫ ઓગષ્ટ કે ૨૬ જાન્યુઆરી મા દેખાડવા માટે જ વપરાતુ હોય તેવું લાગે છે ત્યારે મોરબીના ઇન્ડસ્ટરીઝ વિકાસ પ્રમાણે મોરબીમા સાંમાકાઠા વિસ્તારમાં ફાયર બ્રિગેડ સ્ટેશન ની તાતી જરૂરીયાત છે અને તે પણ ઉચ્ચતમ ટેકનોલોજી સાથે કારણકે દિવસ ના જો ક્યાંય આગ લાગે તો દોઢ બે કલાકે તો ટ્રાફીક મા તે બનાવ ની જગ્યાએ પહોંચે ત્યારે કરોડોનું નુકસાન થઇ જતુ હોય છે અને બીજું મશીનરી નબળી એટલે રાજકોટ થી ફાયરફાયટર આવે ત્યારે કંઈક અંશે આગ કાબુ મા આવે ત્યારે પોતની ઊભી કરેલ મિલકત નો નાશ જોવા સિવાય કોઇ રસ્તો ઉધોગકાર પાસે હોતો નથી તો આ બાબતે તંત્રે તાકીદે યોગ્ય વ્યવ્શ્થા કરવાની જરૂર છે. જેથી ભવિષ્ય મા કોઇ આફત આવે તો મોટી જાનહાની કે નુકસાની થી બચી શકાય.

ફાઇલ તસ્વીર

- text