મોરબી નજીક હાઈવે પર કારખાનામાં ભયાનક આગ લાગી : રાજકોટથી ફાયર બોલાવાયા

- text


નેશનલ હાઈવે પર પાટીદાર ટાઉનશીપ પાછળ ફેબ્રિકેશનના યુનિટમાં આગ લાગી

મોરબી : મોરબી નજીક નેશનલ હાઇવે પર ટિબડીના પાટિયાથી આગળ પાટીદાર ટાઉનશીપ પાછળના ભાગે આવેલા સનરાઇઝ ફેબ્રિકેસન નામના કારખાનામાં રાત્રે 9 વાગ્યાની આસપાસ આગ લાગ્યાની જાણ થતાં મોરબી ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે પોહચી ગયો હતો. પરંતુ ફાયરની ટિમ પોહચે તે પહેલાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. મોરબીની ફાયરબ્રિગેડની ટિમ આગ પર કાબુ મેળવવા કામે લાગી હતી. પણ આગ કાબુમાં ના આવતા તંત્ર દ્વારા મોરબી ઉપરાંત વાંકાનેર અને રાજકોટથી ફાયર વિભાગની મદદ લેવાની ફરજ પડી હતી. મોરબી ફાયર વિભાગમાં દિપકસિંહ સહિતનો સ્ટાફ આગને કાબુમાં લેવા કામે લાગ્યો છે. જેમાં રાજકોટથી પણ આવેલા ફાયર આગ પર કાબુ મેળવવા તમામ પ્રયાસ શરૂ કર્યા છે. હજુ આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી શક્યો નથી. આ આગની ઘટનામાં મોટાપાયે નુકસાની થવાની સંભાવના છે.

ફાઇલ તસ્વીર

- text