મોરબી : જિલ્લા પંચાયતની કારોબારી મળી : ૨૯૮ એકર જમીન બીનખેતી કરાઈ

- text


હવેથી દર માસે ઓપન કારોબારી મળવાનો ઠરાવ કરાયો : દર માસે કારોબારી મળશે : ચાલુ માસે યોજનાઓનાં લાભાર્થીને લાભ આપવા અધિકારીઓને તાકીદ

- text

મોરબી જિલ્લા પંચાયતની કારોબારી બેઠક મળી હતી. જેમાં ચેરમેન કિશોર ચીખલીયા, ડી.ડી.ઓ ખટાણા, ડે.ડી.ડી.ઓ ગોવાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કારોબારીમાં ૯૬ બીનખેતીની ફાઈલો રજૂ થઈ હતી. જેમાં ૮૭ બીનખેતીની ફાઈલો મંજૂર થઈ હતી. ડી.ડી.ઓ.ખટાણાની પ્રથમ કારોબારી હોય તેઓને હર્ષપૂર્વક આવકાર અપાયો હતો. છેલ્લા દોઢ વર્ષથી જિલ્લા પંચાયતની ડાયરી બનાવવાનું ભૂત ધૂણે છે ત્યારે ફરી કારોબારી ડાયરી છપાવવાના કામને બહાલી અપાઈ હતી. તેમજ પ્રમુખની ચેમ્બરમાં ફોન, ફેકસ ખરીદવી, ડીડીઓની ચેમ્બરમાં ઇપીબી એકમ ફેક્સ, જિલ્લા પંચાયતમાં ઇન્વેટર ખરીદવાની મંજૂરી અપાઈ હતી. ડીડીઓ ખટાણાએ સુચન કર્યું હતું કે, કારોબારી દર બે મહિને મળે છે તેની જગ્યાએ દર માસે મળે જેથી અધિકારીઓ પર કામનું પ્રેશર ઘટે તેમજ લોકોના કામ ઝડપી થાય અને લોકોને યોજનાનો લાભ મળે તેવી કામગીરી કરવા માટે પણ અધિકારીઓને તાકિદ કરી હતી. જ્યારે સદસ્ય હરદેવસિંહએ છેલ્લા બે વર્ષ ખેડૂતોને રાજય સરકારની અઢી કરોડની સબસીડી મળી ન હોવાથી સબસીડીનો લાભ મળે તે માટે રજૂઆત કરી હતી.

- text