મોરબી : ગુંગણ ગામે જુથ અથડામણ : ૩ને ઈજા

- text


ટ્રેક્ટર અડી જતા બોલાચાલીની ઘટનાએ લીધું જુથ અથડામણનું સ્વરૂપ

મોરબી : ગુંગણ ગામે ટ્રેક્ટર અડી જતા સામાન્ય બોલાચાલી થયા બાદ બે જુથ વચ્ચે સશસ્ત્ર બઘડાટી બોલી ગઈ હતી. જેમાં બંને જુથના ૩ વ્યક્તિને ઈજા પહોંચતા પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીનાં ગુંગણ ગામે રહેતા નરેદ્રસિંહ ગંભીરસિંહ જાડેજા અને રાજેશ જેઠાભાઈ કાનગડનાં પરિવાર વચ્ચે ગામનાં સેઢે ટ્રેક્ટર અડી જવા બાબતે તકરાર થતા બંને જુથના સભ્યો વચ્ચે તલવાર, કોહાડી, પાઈપ જેવા જીવલેણ હથિયારો વચ્ચે અથડામણ થઈ હતી જેમાં નરેદ્રસિંહ જાડેજા સહિત બે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે જયારે સામા પક્ષે એક વ્યક્તિને ઈજા થવા પામી છે. ઘવાયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા બાદ આ બનાવ સંદર્ભે નરેદ્રસિંહ જાડેજા એ રાજેશ જેઠા આહિર, અજય લખમણ આહિર. ભાનુ સવા આહિર, કરશન નાગદાન આહિર, વાલાદેવા આહિર, અજય રામભાઈ આહિર, હરીભાઈ આહિર તથા અન્ય અજાણ્યા દસ શખ્સો સામે હુમલો કરવા અને યોગેન્દ્રસિંહને ફોનમાં ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.
આ ફરિયાદ સામે રાજેશ જેઠાભાઈ કાનગડે નરેદ્ર ગંભીરસિંહ જાડેજા, કિરીટસિંહ, બાપાલાલ ગજુભા જાડેજા, સિદ્ધરાજસિંહ જાડેજા, કનકસિંહ ભીખુભા જાડેજા સામે હુલમો કર્યાની વળતી ફરિયાદ દાખલ કરી છે. પોલીસ દ્વારા બંને જુથની ફરિયાદ નોંધી કલમ ૩૦૭, ૩૨૪, ૩૨૫ હેઠળ આગળની તપાસ હાથ ધરી છે.

- text

- text