પાકિસ્તાન સામે ભારતના ભવ્ય વિજય બાદ મોરબીમાં ઠેરઠેર આતશબાજી

- text


મોરબીવાસીઓએ આપણી જીતની ખુશી મનાવી : એક બીજાના મોં મીઠા કરાયા

મોરબી : આજે ભારત અને પાકિસ્તાન વચ્ચેના ક્રિકેટ યુદ્ધમાં ભારતે શાનદાર વિજય મેળવી પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી દેવાની ખુશીમાં સમગ્ર દેશ સહિત મોરબી જિલ્લામાં પણ લોકો ઝુમી ઉઠયા હતા.
ચેમ્પયીન ટ્રોફી સિરીઝમાં આજે પાકિસ્તાન સામે યોજાયેલા ક્રિકેટ મેચમાં ભારતે પાકિસ્તાન પર શાનદાર વિજય મેળવ્યો હતો. આપણાં બેસ્ટમેનોએ શાનદાર ફટકાબાજી કરી 300 ઉપર રન કર્યા બાદ આપણાં બોલરોએ પાકિસ્તાનને ધૂળ ચાટતું કરીને આખી પાકિસ્તાનની ટીમને તંબુ ભેગી કરીને જાનદાર વિજય મેળવ્યો હતો. પાકિસ્તાન સામે ભારતની ટીમનો વિજય થતાની સાથે જ મોરબીવાસીઓ ખુશીથી ઝુમી ઉઠયા હતા અને ઘરોની બહાર નીકળી ફટાકડા ફોડી વિજ્યોત્સવ મનાવ્યો હતો. આ સાથે લોકોએ એક બીજાના મોં પણ મીઠા કરી ભારતના વિજયની બધાઈ આપી હતી. ખાસ કરીને મોરબીના રવાપર રોડ, શનાળા રોડ અને સામાંકાંઠે અને જૂના મોરબી વિસ્તારોમાં ભારે આતશબાજી જોવા મળી હતી.

- text

- text