ટંકારા : જંગલી જાનવરોથી પાકને બચવવા માટે ફેન્સીંગ વાડ પર સબસિડી અંગે રજૂઆત

- text


ટંકારા-પડધરી વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ અને ટંકારા બાર એસો.ના પરેશભાઈ ઉજરીયાએ ખેતી વાડી જમીન વિકાસ નિગમના અધિકારીને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, હાલ ખેડૂતોને પોતાના ખેતરોમા ભૂંડ, રોજડા અને જંગલી જાનવરો દ્વારા નુકસાન થતુ હોય જે નુકસાનથી બચવા માટે ફેન્સીંગ વાડ પર સબસિડીની શરતો મુજબ જમીનની મર્યાદા ૨૦ હે. હોય મોટુ ગ્રુપ બનાવે તોજ ફેન્સીંગ, તારની વાડમા સબસિડી મળે છે જેનો લાભ બહુ ઓછા ધરતી પુત્રો લઈ રહ્યા છે. આ યોજના તળે ૨૦ હેક્ટર જમીનનું ગ્રુપ બનાવે ત્યારે અરજી થઈ શકે અને લાભ મળે છે. જો સરકારને ખરેખર ખેડુતોને સબસિડી આપવી જ હોય તો ૮ કે ૧૦ હેક્ટરનુ ગ્રુપ બનાવવાની ગાઈડલાઈન નક્કી કરે તો ખેડૂતોના ગ્રુપ બની શકે અને તેનો લાભ મળી શકે જેથી નાના, મધ્યમ ખેડુતોને સબસિડી બાદ કરતા જે રૂપિયા રોકવાના થાય છે તે રૂપિયા ખેડુતો ભરીને સરળતાથી પોતાના ખેતરોમા જંગલી જાનવરોથી નુકસાન થતુ બચાવી શકે તેના માટે ટંકારા -પડધરી વિધાનસભા યુથ કોંગ્રેસ ના પ્રમુખ ખેડુતપુત્ર પરેશ ઉજરીયાએ ખેતી વાડી જમીન વિકાસ નિગમના અધિકારીને રૂબરૂ રજૂઆત કરી હતી.

- text

- text