ગૂંગણ જૂથ અથડામણની ઘટનામાં 9 ની ધરપકડ

- text


ગંભીર બનાવમાં ડખો વધુ ન વકરે તે માટે તાલુકા પોલીસ ની ત્વરિત કાર્યવાહી

મોરબી : ગુંગણ ગામે ટ્રેક્ટર અડી જતા સામાન્ય બોલાચાલી થયા બાદ દરબાર-આહીર જુથ વચ્ચે સશસ્ત્ર બઘડાટી બોલી જતા બન્ને જુથના ૩ વ્યક્તિને ઈજા પહોંચતા સામસામી પોલીસ ફરિયાદ નોંધાઇ હતી અને આ ડખો વધુ ના વકરે તે માટે તાલુકા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બંને પક્ષના નવ લોકોની ધરપકડ કરી છે
જૂથ અથડામણ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીનાં ગુંગણ ગામે રહેતા નરેદ્રસિંહ ગંભીરસિંહ જાડેજા અને રાજેશ જેઠાભાઈ કાનગડનાં પરિવાર વચ્ચે ગામનાં સેઢે ટ્રેક્ટર અડી જવા બાબતે તકરાર થતા બંને જુથના સભ્યો વચ્ચે તલવાર, કુહાડી, પાઈપ જેવા જીવલેણ હથિયારો લઇ એક બીજા પર તૂટી પડતા ત્રણ લોકો ઘાયલ થયા હતા.જેમાં નરેદ્રસિંહ જાડેજા સહિત બે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે.
આ બનાવ અંગે નરેદ્રસિંહ જાડેજાની ફરિયાદ બાદ પોલીસે રાજેશ જેઠા આહિર, વાલાભાઈ દેવભાઈ સોનારા,રાજેશ ઉર્ફે રાજો દેવભાઈ,સંજય લખમણ આહીર રહે બધા કૃષ્ણનગર વાળાની અટકાયત કરી છે.
બીજી તરફ રાજેશ જેઠાભાઈ કાનગડ ની ફરિયાદ ને પગલે કિરીટસિંહ ગંભીરસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, સિદ્ધરાજસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા,કનકસિંહ ભીખુભા જાડેજા રહે તમામ ગૂંગણ વાળાની રાતે 11 વાગ્યે ધરપકડ કરી તાલુકા પોલીસ મથકના જી.આર.ગઢવી સાહેબ તથા સ્ટાફે ધોરણસર ની કાર્યવાહી શરુ કરી છે.

- text

- text