હડમતિયા ગામે સાબુ ફેક્ટરીનાં કેમિકલ પાણીથી ખેડૂતોનાં પાકને નુકસાન

- text


ટંકારા : હડમતિયા ગામ નજીક આવેલી સાબુ બનાવવાની કેમિકલયુક્ત ફેક્ટરીથી આસપાસ આવેલી ખેડૂતોની જમીનમાં ઉગાડેલ પાક બળી રહ્યો છે ત્યારે હડમતિયા ગામના ખેડૂત ખાતેદારોએ ૩ મહિના પહેલા ટંકારા મામલતદારશ્રી તેમજ ટી.ડી.ઓશ્રીને લેખિત જાણ કરેલી હતી. છતાં આજ સુધી જે-તે અધિકારીએ પગલા લીધેલા ન હોય આ સાબુ બનાવતી ફેકટરીથી નિકળતું કેમિકલ યુક્ત પ્રવાહી ખેડૂતના કૂવામાં રિચાર્જ થઈ જતું હોવાથી વાવેલ પાક બળી જાય છે.

- text

જો આ ગેરકાયદેસર ધમધમતી ફેકટરી ચોમાસા પહેલા બંધ કરવામાં નહી આવે તો ખેડૂતોને માથે ઓઢીને રોવાનો સમય આવશે. હડમતિયા ગામના સરપંચશ્રી ચાવડા રાજાભાઈ માલાભાઈ તેમજ ઉપસરપંચશ્રી ધ્રુવભાઈ કામરીયા એ ખેડૂતોની પડખે ઉભા રહીને જણાવ્યું હતું કે જરૂર જણાશે તો મોરબી કલેક્ટરશ્રી તેમજ ગાંધીનગર સુધી લડી લેવાની તૈયારી છે.

- text