મોરબી : થાઈકિક બોક્સિંગ માર્શલ આર્ટ કેમ્પમાં બે યુવાનોએ ભાગ લીધો

- text


મોરબીનાં વિદ્યાર્થીઓ થાઈકિક માર્શલ આર્ટ ગેમ્સ શીખવા સજ્જ થઈ જાઓ

મોરબી : સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા થાઈકિક બોક્સિંગ માર્શલ આર્ટનો સ્કૂલ ગેમ્સમાં સમાવેશ થયો છે. જે અંતર્ગત બોક્સિંગ આર્ટની તાલીમ આપવા વિવિધ નિષ્ણાંતો માટે હાલમાં મધ્યપ્રદેશનાં દેવાંશી ખાતે તા. ૨૧ અને ૨૨ નાં રોજ બે દિવસીય નેશનલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં મોરબી જિલ્લાનાં ૨ પ્રતિનિધિઓએ હાજરી આપી સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

- text

આ ટ્રેનીંગ મોરબી જિલ્લા વતી કેમ્પમાં મનીશભાઈ અગ્રાવત (પ્રેસિડેન્ટ) અને સમીર આચાર્ય (સેક્રેટરી) તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન તેમણે થાઈકિક માર્શલ આર્ટ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. જે તાલીમ મેળવી આગામી સમયમાં આ બંને નવજવાનો મોરબી જિલ્લાનાં વિદ્યાર્થીઓને થાઈકિક માર્શલ આર્ટનું જ્ઞાન આપશે. વળી આ ગેમને સ્કૂલ ગેમ્સમાં સ્થાન મળ્યું હોવાથી વિદ્યાર્થીઓ પણ આ રમત વડે વિશ્વભરમાં પોતાનું નામ રોશન કરશે એવી આશા છે.

 

- text