વવાણીયાના રામબાઇમાં મંદિર ખાતે ગુરુપૂર્ણિમા ઉત્સવ મોકૂફ રખાયો

મોરબી : મોરબી જિલ્લાના વવાણીયા ગામે આવેલા માતુશ્રી રામબાઇમાં મંદિરએ આ વર્ષે યોજવામાં આવતો ગુરુપૂર્ણિમાનો ઉત્સવ હાલ કોરોનાંને કારણે મોકૂફ રાખવામાં આવેલ છે. જેની સર્વે ભક્તોએ નોંધ લેવા મંદિરના સંચાલકો દ્વારા એક યાદીમાં જણાવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે અનલોક 2 માં પણ ધાર્મિક અને સામાજિક મેળાવડાઓ ઉપર પ્રતિબંધ યથાવત રાખતા મોટાભાગના મંદિરો અને આશ્રમો દ્વારા ઉત્સવો રદ કરવામાં આવ્યા છે.