હળવદ : કવાડિયા ગામે યુવાનને ધોકાથી માર માર્યો

બે શખ્સોએ માર માર્યાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

હળવદ : હળવદ તાલુકાના કવાડિયા ગામે કોઈ જૂની માથાકૂટનો ખાર રાખી બે શખ્સોએ યુવાનને ધોકાથી માર માર્યો હતો.બાદમાં યુવાને આ બન્ને શખ્સો સામે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે આ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ મારામારીના બનાવની હળવદ પોલીસ મથકે પ્રાપ્ત થતી વિગતો અનુસાર હળવદ તાલુકાના સુખપર ગામે રહેતા અને ખેતીનો વ્યવસાય કરતા લાલજીભાઈ નાનુભાઈ ક્લોતરા ઉ.વ.36 નામના યુવાને હળવદ તાલુકાના કવાડિયા ગામે રહેતા અરવિંદભાઈ લાલજીભાઈ કોળી અને લાલજીભાઈ કાનાભાઈ કોળી સામે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તેઓ કવાડિયા ગામની સીમમાં હતા.ત્યારે બન્ને આરોપીઓ કોઈ બાબતનું મનદુઃખ રાખીને તેમને ધોકાથી માર માર્યો હતો. તેમજ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં આ બનાવ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.