ખેલ મહાકુંભમાં મોડેલ સ્કૂલ-મોટી બરારના વિદ્યાર્થીઓનો દબદબો

માળીયા (મી.) : મોરબી જિલ્લાના માળીયા (મી.)માં મોટી બરાર ખાતે 8 સપ્ટેમ્બરના રોજ તાલુકા કક્ષાની ખેલ મહાકુંભ -2019ની ચેસ અને યોગાસનની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓનું હિર ઝળકી ઉઠ્યું હતું. વિવિધ સ્પર્ધાઓ પૈકી ચેસ અંડર 17માં વિદ્યાર્થીઓમાં પ્રથમ નંબર સાવન મકવાણા, ચેસ અંડર 17 વિદ્યાર્થીનીઓમાં પ્રથમ નંબર સોનલ ઝાલા, દ્વિતિય નંબર ગાયત્રી સિસણાદા, તૃતીય નંબર નર્મદા ઝાલાએ મેળવ્યો હતો. અંડર 17 યોગાસનમાં વિદ્યાર્થીનીઓમાં પ્રથમ નંબર છાયા જાદવ, ઓપન એઇજ યોગાસન વિદ્યાર્થીનીઓમાં પ્રથમ નંબર મનીષા રેશિયાએ પ્રાપ્ત કર્યો હતો.

આ ઉપરાંત તારીખ 11 સપ્ટેમ્બરના રોજ સાર્વજનિક હાઇસ્કુલ- ખાખરેચી ખાતે એથ્લેટીક્સની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં અંડર 17 ગ્રુપમાં બહેનોની 100 મીટર દોડમાંપ્રથમ નંબર ગુડ્ડી સવસેટા, દ્વિતિય નંબર રવીના મીઠાપરા, અંડર 17 ભાઈઓની 100 મીટર દોડમાં પ્રથમ નંબર સચિન ડાંગર, દ્વિતિય નંબર સંજય પાટડીયા અને ઓપન એઇજ 100 મીટર દોડમાં બહેનોમાં પ્રથમ નંબર ભાવના રેશિયા, ઓપન એઇજ 100 મીટર દોડ ભાઈઓમાં દ્વિતીય દેવા રાવા, અંડર 17 લાંબી કૂદ ભાઈઓના ગ્રુપમાં દ્વિતિય કિશન બકુત્રા, અંડર 17 લાંબી કૂદ બહેનોના ગ્રુપમાં પ્રથમ નંબર મંજુલા ઝાલા, દ્વિતિય નંબર જ્યોતિ સોલંકી તથા અંડર 17 ગોળા ફેંક ભાઈઓના ગ્રુપમાં દ્વિતીય નંબર ઉદય ડાંગર, અંડર 17 ગોળાફેંક બહેનોના ગ્રુપમાં પ્રથમ નંબર નિશા ગોગરાએ પ્રાપ્ત કર્યો હતો. જુદી જુદી સ્પર્ધામાં નંબર મેળવનાર અને તમામ વિદ્યાર્થીઓને તૈયાર કરાવનાર શિક્ષકોને શાળાના આચાર્ય બી.એન.વિડજાએ અભિનંદન આપ્યા હતા. વિદ્યાર્થીઓ રમત ગમત ક્ષેત્રે પણ ખૂબ આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી હતી.