મોરબીના પીએસઆઇ જે.કે. મૂળીયાની ભાવનગર બદલી

મોરબી : મોરબીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જે.કે. મૂળીયાની પોલીસ વિભાગ દ્વારા ભાવનગરમા બદલી કરવામાં આવી છે.

પોલીસ વિભાગ દ્વારા રાજ્યના 8 પીઆઇ અને 9 પીએસઆઇની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં મોરબીના પીએસઆઇ જે.કે. મૂળીયાને ભાવનગરમા મુકવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.