મોરબી : વરસાદી માહોલની વચ્ચે ગાજવીજ સાથે વરસાદ

ખેડૂતોમાં ચિંતાનું મોજું : બીમારી વધાવીની શક્યતા

મોરબી : વરસાદી માહોલની વચ્ચે ગાજવીજ સાથે વરસાદનો લાઈવ વિડિઓ

મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતારણમાં પલ્ટો આવ્યો છે ગઈ કાલે અચાનક ભર ઉનાળામાં વરસાદી અને વાદળછાયા વાતાવરણ સર્જાયા બાદ અમુક વિસ્તારોમાં કમોસમી છાંટા પડ્યા હતા. અને આજે બીજે દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. અને વહેલી સવારે વરસાદી માવઠું આવ્યું હતું. તેમેજ આજે બપોરે ફરીથી મોરબી શહેર અને ટંકારા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલની વચ્ચે ગાજવીજ સાથે કમોસમી ભારે વરસાદ પદ્યો હતો. મોરબી શહેરમાં વરસાદના કારણે પાણી રસ્તાઓ પર ફરી વળ્યાં હતા. છેલ્લા બે દિવસથી ભરઉનાળે ચોમાસી માહોલ સર્જાતા ખાસ કરીને ખેડૂતોમાં આ વાતાવરણ પલ્ટાથી ચિંતાની લેહર જોવા મળી હતી. જયારે વાતાવરણમાં અચાનક પલ્ટાના કારણે ગરમીનો પારો નીચે જતા લોકોને ગરમીમાં રાહત થઇ છે પરંતુ વાતાવરણના પલ્ટાના કારણે બીમારીઓનું પ્રમાણ વધે તેવી તબીબોએ આશંકા વ્યકત કરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news