મોરબી: તાલુકા સેવા સદન બહાર બેસતા નોટરીઓને જગ્યા ખાલી કરવાની નોટિસ

મોરબી : મોરબી તાલુકા સેવા સદનની બહાર બેસતા નોટરીઓને હટાવવા આજે સોમવારે કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. જોકે છેલ્લા મળતા સમાચાર મુજબ આ મુદત મંગળવાર સુધી લંબાવવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી કચેરીની બહાર બેસતા નોટરીઓ સામે આજે સોમવારે પોલીસને સાથે રાખીને કાયદેસરના પગલાં ભરવામાં આવશે તેવું શનિવારે પ્રોબેશન ઉપર રહેલા મામલતદાર ગૌસ્વામીએ અગાઉ નોટરીઓને નોટિસ આપી જણાવ્યું હતું.


મોરબી તાલુકા સેવા સદનની બહાર મંજૂરી વગર બેસતા નોટરીને અગાઉ પણ નોટિસો પાઠવવામાં આવી હતી. તાજેતરમાં પણ આ નોટરીઓને આજે સોમવાર સુધીમાં જગ્યા ખાલી કરી આપવાની સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં જે નોટરીઓ જગ્યા ખાલી નહિ કરે તેની સામે પોલીસને સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
લોબીમાં બેસતા નોટરીઓએ પોતાને બેસવાની વ્યવસ્થા જાતે કરવાની હોય છે. આમ છતાં નોટરીઓ સરકારી જગ્યામાં કબજો જમાવીને બેસી ગયા હોવાથી તાજેતરમાં આવેલા પ્રોબેશન અધિકારી ગૌસ્વામીના ધ્યાને આ વાત આવતા તેમણે ગત શનિવારના રોજ લોબીમાં બેસતા નોટરીઓને સોમવાર સુધીમાં જગ્યા છોડી દેવા અન્યથા કાયદેસરની કાર્યવાહીનો સામનો કરવા ત્યાર રહેવા નોટિસ ઠપકારી હતી. ઉલ્લેખનીય છે કે સરકારી કામકાજ અર્થે આવતા અરજદારો પાસેથી નોટરીનું કામકાજ કરતા અમુક લેભાગુઓ સ્ટેમ્પ પેપરના મો માગ્યા ભાવ પડાવતા હોવાની રાવ ઉઠી હતી. જે પ્રોબે. અધિકારી ગૌસ્વામીના ધ્યાને પણ આવી હતી.

આધારભૂત સૂત્રો માંથી જાણવા મળતી વિગતો મુજબ સોમવારે કરવાની કાર્યવાહી મંગળવાર સુધી પાછી ઠેલવામાં આવી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en