મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ વાસદડીયાનો આજે જન્મદિવસ

મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ વાસદડીયાનો આજે જન્મદિવસ

મોરબી : મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વી.વાસદડીયાનો આજે જન્મદિવસ છે.

મોરબી તાલુકાના લાલપર ગામે તા. ૭-૧૨-૧૯૭૬ના રોજ જન્મેલા અરવિંદભાઈ વી. વાસદડીયા આજે ૪૨ વર્ષ પૂર્ણ ૪૩મા વર્ષમા મંગલ પ્રવેશ કરી રહ્યા છે.

લાલપર જેવી ગ્રામ્ય ભૂમિમાં જન્મી ખેડૂત પુત્ર હોવાના નાતે પરંપરાગત ખેતીનો વ્યવસાય કર્યા બાદ પ્રોવિઝન સ્ટોર અને એલ.આઇ.સી.એજન્ટ તરીકે વર્ષ ૨૦૦૨થી લઈ ૨૦૧૪ સુધી અકલ્પનિય સફળ કામગીરી કરી બાદમાં અરવિંદભાઈએ સિરામિક ક્ષેત્રે ઝંપલાવી ૨૦૧૧થી કોસા અને નાઇસ સિરામીક ગ્રુપની જવાબદારી સંભાળી રહ્યા છે.

સતત વ્યસ્તતા વચ્ચે પણ અરવિંદભાઈ સામાજિક અને રાજકીય ક્ષેત્રે ખંત પૂર્વક જવાબદારી વહન કરી રહ્યા હોય વર્ષ ૨૦૦૭-૨૦૧૨ના સમયગાળામાં સમગ્ર રાજકોટ જીલ્લામા શ્રેષ્ઠ ગ્રામ પંચાયત એવોર્ડ વિજેતા લાલપર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ઉત્કૃષ્ટ સેવા અનેક વિધ યોજનાઓનો ગ્રામ લેવલે અસરકારક અમલ કરાવી શહેરી સુવિધા ગામડામા લાવવવા મહત્વપુર્ણ યોગદાન આપ્યું છે.

આ ઉપરાંત હાલમાં ભારતીય જનતા પાર્ટી સંગઠનમા બે ટર્મથી મોરબી તાલુકા ભાજપ મહામંત્રી અને હાલમાં ત્રણ વર્ષથી મોરબી તાલુકા ભાજપ પ્રમુખની સફળતા પૂર્વક જવાબદારી નિભાવી પાર્ટીના સંગઠન માળખામાં નિષ્ઠાવાન, હાર્ડવર્કર અને અજાતશત્રુ બધાને સાથે રાખી ચાલવાવાળા કાર્યકર તરીકે અમીટ છાપ બનાવી છે.

જે ક્ષેત્ર મા હોય ત્યાથી શક્ય હોય તે રીતે લોકો ને ઉપયોગી થવુ અને સકારાત્મક વલણ રાખવુ એવો જીવનમંત્ર ધરાવતા અરવિંદભાઈ વાસદડીયાને આજે જન્મદિવસના અવસરે સગા, સ્નેહી, મિત્ર અને શુભેચ્છકો તરફથી મોબાઈલ નંબર ૯૦૯૯૯૧૭૦૦૪ ઉપર શુભકામનાઓ વરસી રહી છે.