૭ માસ પૂર્વે ચોરાયેલ ટ્રેક્ટર અને ટ્રોલી મળી આવતા હળવદ પોલીસે હવે ફરિયાદ નોંધી

- text


મિયાણી ગામની ચોરીની પોલીસે ફરિયાદ જ ન લીધી : ચોરાઉ વાહન કચ્છથી મળી આવતા ફરિયાદ નોંધી, હવે ગણતરીની કલાકોમાં ગુનો ઉકેલ્યો હોવાનું જાહેર કરશે

હળવદ : હળવદના મિયાણી ગામે તસ્કરોએ ટ્રેકટર અને ટ્રોલીની ચોરી કરી હતી. ૭ માસ વીતી ગયા છતાં પોલીસે આ મામલે ફરિયાદ નોંધી ન હતી. પરંતુ આ ટ્રેક્ટર અને ટ્રોલી કચ્છમાંથી મળી આવતા પોલીસે ૭ માસ બાદ જસ લેવા ફરિયાદ નોંધી છે. અને હવે ગણતરીની કલાકોમાં ગુનો ઉકેલ્યો હોવાનું જાહેર કરશે.

પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદના મિયાણી ગામે મુન્નાભાઈ છેલાભાઈ ભરવાડ ઉ.વ.૨૩નું ટ્રેકટર અને ટ્રોલી ૭ માસ પૂર્વે ચોરી થઈ ગયા હતા. ત્યારે પોતાના ટ્રેકટર અને ટ્રોલી પરત મેળવવા માટે મુન્નાભાઈના ચપ્પલ ઘસાઈ ગયા પરંતુ પોલીસે ફરિયાદ નોંધી ન હતી.

- text

આ ટ્રેક્ટર અને ટ્રોલી સાત માસ પહેલાં ચોરાયા હતા જેની કાલ સુધી ફરીયાદ લેવામાં આવી ન હતી. પરંતુ આ ટ્રેક્ટર અને ટ્રોલી કચ્છમાં માટીચોરીમા ઝડપાઇ જતાં ચોરાવ હોવાનું ખુલ્યું હતું. આ મામલે હળવદ પોલીસને જાણ કરવામાં આવતા હળવદ પોલીસે જસ લેવા માટે ૭ માસ બાદ ટ્રેકટર અને ટ્રોલી ચોરાયા હોવાની ફરિયાદ નોંધી છે. હવે હળવદ પોલીસ આવતીકાલે એવું જાહેર કરશે કે તેઓએ ગણતરીની કલાકમાજ ગુનો ઉકેલી નાખ્યો છે.

 

- text