ટંકારા : ટ્રેક્ટરના વ્હીલમાં આવી જતા કિશોર ગંભીર

- text


ટંકારા : ટંકારા તાલુકાના ધુનડા ખાનપર ગામ નજીક ટ્રેકટર ચાલકની બેદરકારીને કારણે એક કિશોર ટ્રેક્ટરમાં ચડવા જતા ટ્રેકટરના મોટા વ્હીલમાં આવી જતા ગંભીર ઇજાઓ પહોંચી હતી.

જાણવા મળતી વિગતો મુજબ ટંકારાના ધુનડા ખાનપર ગામના પુલિયા નજીક ફરિયાદી મનસુખભાઇ પાંચાભાઇ પરમાર ઉવ.૪૨ ધંધો-મજુરી રહે.ઘુનડાવાળાનો પુત્ર નીતિન ઉ. ૧૬ ઉભો હતો ત્યારે ટ્રેકટર ચાલક પ્રાગજીભાઇ વેલજીભાઇ કાસુન્દ્રા રહે આમરણ તા.જી. મોરબી વાળાએ પોતાનાં હવાલા વાળુ ટ્રેકટર ટોલી સાથે વાહન રજી નંબર જી.જે.૩૬ બી. ૩૨૨૦ વાળા એ ટ્રેકટર ઉભુ રાખેલ અને ફરીનો દિકરો ટ્રેકટરની ઇગલ પકડી ચડવા જતો હતો ત્યારે આ ચાલકે તેનું ટ્રેકટર એકદમ ચાલુ કરી ચલાવતા ફરીયાદીના દિકરાનો હાથ ઇગલથી છુટી ગયો હતો.

- text

વધુમાં અકસ્માતમાં ટ્રેકટરના મોટા વ્હીલ તથા પંખા વચ્ચે નીતિનનો જમણો પગ આવી જતા જમણા પગમાં ફેકચર જેવી ગંભીર ઇજા થઈ હતી આ મામલે ટંકારા પોલીસે ગંભીર અકસ્માત અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

 

- text