મોરબી જીલ્લામાં Ransom ware વાઈરસનો એટેક ! કેટલા કોમ્પ્યુટર હેંક થયા ? જાણો અહી..

 

મોરબી કલેકટર કચેરીના ૨૪ જેટલા કોમ્પ્યુટર Ransom ware વાઈરસની ઝપટમાં આવી ગયા : દસ્તાવેજ નોંધણીની કામગીરી બંધ કરાઈ

મોરબી :સૌરાષ્ટ્રમાં  Ransom ware નામનાં વાઈરસથી તરખાટ મચી ગયો છે એ સમયે વૈશ્વિક સ્તરે ત્રાટકેલા Ransom ware વાઈરસથી બચવા મોરબી જિલ્લાતંત્રએ પણ જિલ્લાની તમામ કચેરીને ગઈ કાલે એલર્ટ કરી હતી. તેમ છતાં Ransom ware વાઈરસથી મોરબી કલેકટર કચેરીના ૨૪ જેટલા કોમ્પ્યુટર ઝપટમાં આવી ગયા છે. જેમાં એકલા મોરબી મામલતદાર કચેરીના ૧૨ કોમ્પ્યુટરનો સમાવેશ થાય છે. આ અંગે મોરબી જીલ્લા કલેકટર આઈ.કે.પટેલે જણાવ્યું હતું કે મામલતદાર કચેરી સહીત જુદી જુદી કચેરીના ૨૪ જેટલા કોમ્પ્યુટરમાં Ransom ware વાઈરસની અસર થઇ છે. જેમાં કોમ્પ્યુટરમાં રહેલો લોકલ ડેટા ઉડી ગયો છે. જો કે ૨૪ માંથી ૬ કોમ્પ્યુટરનો ડેટા રીકવર થઇ ગયો છે. જયારે આજે મોરબી જીલ્લા કલેકટર કચેરીમાં મોટાભાગના કોમ્પ્યુટરની ઓનલાઈન કામગીરી બંધ કરી દેવામાં આવી છે. જેમાં મોરબી સબરજીસ્ટાર કચેરીમાં ઓનલાઈન દસ્તાવેજની કામગીરી બંધ કરી દેવાઈ છે. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જયારે પોલીસ વિભાગ અને જીલ્લા પંચાયતમાં હજુ કોઈ કોમ્પ્યુટરમાં Ransom ware વાઈરસના એટેકની ઘટના સામે આવી નથી.