મોરબીના અઘારા પરિવારે જલારામ મંદિરે મહાપ્રસાદનું આયોજન કર્યું

- text


સ્વર્ગસ્થ પિતાની 30મી પુણ્યતિથિ નિમિત્તે મહાપ્રસાદનું આયોજન કરાયું

મોરબી : મોરબીના જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં સ્વર્ગસ્થ પિતાની 30મી પુણ્યતિથિ નિમિત્તે મહાપ્રસાદ યોજીને અઘારા પરિવારે શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

સ્વ.ત્રિભોવનભાઈ રાઘવજીભાઈ અઘારાની 30મી પૂણ્યતિથિ નિમિત્તે તેમના પુત્રો દિવ્યેશભાઈ તથા વિકાસભાઈ દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે મોરબી જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, સુનિલભાઈ પુજારા, ચિરાગ રાચ્છ સહિતનાઓ એ સદગત ત્રિભોવનભાઈ અઘારાને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે આજની પેઢી સ્વજનના અવસાન બાદ થોડા વર્ષોમાં પોતાના જીવનમાં વ્યસ્ત થઈ જતી હોય છે. તેમજ સ્વજન ગુમાવવાનું દુ:ખ વિસરાઈ જતું હોય છે. ત્યારે મોરબીના અઘારા પરિવાર દ્વારા 30-30 વર્ષ સુધી પણ સ્વજનની યાદમાં પ્રેરણાદાયી કાર્યો કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે જે ખરેખર સમાજ માટે પ્રેરણારૂપ છે.

- text