મતદાન માટે આવી રીતે SMSથી મેળવો બુથ સ્લીપ

- text


Morbi: લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે તા.7 મે, મંગળવારના રોજ મતદાન થશે. નાગરિકો પોતાની બુથ સ્લીપ કેવી રીતે મેળવી શકે તેની વિગતો જોઇએ તો, બુથ સ્લીપ માટે 1950 પર SMS (એસએમએસ) કરવાનો રહે છે. 1950 પર ECI <Space> (Voter ID) SMS કરવાથી 15 સેકન્ડ જેટલા સમયગાળામાં મોબાઇલ પર બુથ સ્લીપ મેળવી શકાય છે. SMS દ્વારા બુથ સ્લીપ મેળવવાની આ વિગતોથી વાફેક થઇએ અને અન્યને પણ આ જાણકારી આપી વાકેફ કરીએ.

આ વિગતોને હાથવગી રાખીએ. 1950 પર SMS કરવાથી ભારતીય ચૂંટણી પંચ ECI દ્વારા પ્રત્યુત્તર મળે છે, તેમાં લખ્યું હોય છે કે, ECIનો સંપર્ક કરવા બદલ આભાર. વિનંતી કરવામાં આવેલી વિગતો ટૂંક સમયમાં મોકલવામાં આવશે. ECI. આ મેસેજમાં નામ, ભાગ નંબર, ક્રમ નંબર ECI સહિતની વિગતો ઉપલબ્ધ થશે. લોકશાહીના પર્વમાં વધુમાં વધુ મતદાન કરીએ.

- text

- text