મોરબીના લાલપરમાં હનુમાન જયંતિના અવસરે કપિરાજે દર્શન દીધા

- text


મોરબી : આજે હનુમાન જયંતિના પાવન દિવસે ઠેર ઠેર હનુમાનજી મહારાજની આરતી, ધુન તથા મહાપ્રસાદના આયોજનો થઇ રહ્યા છે. ત્યારે લાલપર ગામે એક કપીરાજે દર્શન દેતા લોકોમાં કુતુહલ જોવા મળ્યું હતું. જાણે સાક્ષાત હનુમાનજી મહારાજ પધારેલ હોય તેમ જ્ઞાત થતા લોકોએ કપિરાજને પ્રસાદ સ્વરુપે કેરીનુ ભોજન કરાવ્યું હતું.

- text

મોરબીના લાલપર ગામે આજે હનુમાન જયંતીના અવસરે કપિરાજે દર્શન આપતા સ્થાનિક લોકોએ આ પળોને કેમેરામાં કેદ કરી હતી. પ્રભુ શ્રી રામની નિસ્વાર્થ સેવા અર્ચના કરીને હનુમાનજીની સ્વામી ભક્તિને લોકો આજે પણ એક આદર્શરુપ માનીને પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરે છે. હનુમાનજીનું સંકટમોચન તરીકે લોકોના હ્યદયમા એક આગવુ સ્થાન રહેલુ છે.

- text