વીએચપીના કાર્યકરોએ હળવદમાં જરૂરિયાતમંદ દીકરીને કરિયાવરની ભેટ આપી

- text


હળવદ : વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહેલા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ વધુ એક સરાહનીય કાર્ય કર્યું છે. આજ રોજ હળવદમાં એક જરૂરિયાતમંદ પરિવારમાં દીકરીના લગ્ન હોય આ વિસ્તારના સ્થાનિક કાર્યકર્તા દ્વારા વિશ્વ હિન્દુ પરિષદની ટીમનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. જેથી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ દીકરીના પરિવારનો સંપર્ક કરીને દીકરીને કરિયાવરમાં ફર્નિચરનો સેટ ભેટમાં આપી મદદરૂપ થયા હતા.

- text