ચંદુભાઈ સિહોરાનો હળવદના વેપારીઓ સાથે લોક સંપર્ક

- text


ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી હાજર રહ્યા

હળવદ : સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપ પક્ષ દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવેલ ચંદુભાઈ સિહોરા આજે હળવદ વિધાનસભાના પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત શહેરની મેઈન બજારમાં લોક સંપર્કે નીકળ્યા હતા. જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તા હાજર રહ્યા હતા.

શહેરમાં આવેલ લક્ષ્મીનારાયણ ચોક ખાતે થી ખુલ્લી જીપમાં ભાજપ પક્ષના સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર ચંદુભાઈ સિહોરા શહેરની મેન બજારમાં લોક સંપર્ક માટે નીકળ્યા હતા જ્યાં તેઓનું ઠેર ઠેર વેપારીઓ દ્વારા ફુલ હાર પહેરાવી આવકાર આપવામાં આવ્યો હતો.આ તો કે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા,કાંતિલાલ અમૃતિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

- text

- text