Morbi: નશાકારક સીરપ પ્રકરણમાં ગોડાઉન સંચાલકની ધરપકડ

- text


અગાઉ એક આરોપીની ધરપકડ થઈ હતી, એ ડિવિઝન પોલીસે રાજકોટથી ગોડાઉન સંચાલકને પણ ઝડપી પાડ્યો 

મોરબી : મોરબીમાં રૂ.20 લાખનો નશાકારક સીરપનો જથ્થો પકડાયાના પ્રકરણમાં એ ડિવિઝન પોલીસ દ્વારા ગોડાઉન સંચાલકની પણ રાજકોટથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ગુનાના મૂળ સુધી પહોંચવા તેની પૂછપરછ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ હરીકૃપા ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી નશાકારક કોડીન યુક્ત કફ સીરપની બોટલો નંગ- ૧૦,૦૦૦, કી.રૂ.૨૦,૫૪,૮૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૧ કી.રૂ. ૫,૦૦૦/-મળી કુલ કી.રૂ.૨૦,૫૯,૮૦૦/-ના મુદામાલ શોધી કાઢી ગુનો રજીસ્ટર કરાવેલ હતો. જેમા આરોપી આશીકુ આમદભાઈ સીપાઇ રહે. વાવડીરોડ ભારતપાન વાળી શેરી, મોરબી વાળાને જે તે સમયે અટક કરવામાં આવેલ હતો. અને આરોપી ગોપાલ પરબતભઇ ભરવાડ રહે રાજકોટ નવાગામ વાળાને અટક કરવાનો બાકી હતો.

આ ગુનાની તપાસ કે.એ.વાળા, પોલીસ ઇન્સ. મોરબી તાલુકા પોલીસ સ્ટેશન કરતા હોય ગુનામાં સંડોવાયેલ આરોપી ગોપાલ પરબતભઇ સીંધવ ભરવાડ રહે.નવાગામ (આણંદપર) સોસાયટી શેરી નં.-૪, તા.જી.રાજકોટ વાળાને શોધી કાઢી આજરોજ ધરપકડ કરવામા આવેલ છે. અને ગુનાના મુળ સુધી પહોંચવા આરોપીની પુછપરછ હાથ ધરી છે.

- text

- text