મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ 

- text


મોરબી : શિક્ષણની સાથે-સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસલક્ષી અનેકવિધ પ્રવૃતિઓ હાથ ધરતી મોરબીની પી.જી.પટેલ કોલેજમાં વિધાર્થીઓમાં ખેલ-કુદ અને રમત-ગમત પ્રત્યે રસ રુચિ વધે, સામૂહિક ખેલદિલીની ભાવના વિકસે અને શારીરિક વ્યાયામ પણ થાય તેવા ઉમદા હેતુસર પ્રમુખ દેવકરણભાઈ અને આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટની રાહબરી હેઠળ કોલેજના વિધાર્થીઓ માટે સ્કાઈ બોક્સ ક્રિકેટ- મહેન્દ્રનગર ખાતે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

પી.જી.પટેલ કોલેજ આયોજિત આ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ આયોજનમાં કોલેજના આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટ સહિત મોટી સંખ્યામાં કોલેજ સ્ટાફ પણ જોડાઈને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. તમામ વિજેતાઓને સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ અને આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટ તથા સમગ્ર સ્ટાફ ગણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

- text

- text