મોરબીના ભરતનગર ગામના પાટીયેથી પિસ્તોલ સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબી એલસીબી પોલીસે ભરતનગર ગામના પાટીયેથી મોરબીમાં કલરકામ કરતા શખ્સને દેશી બનાવટની મેગેઝીન વાળી પિસ્તોલ સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમે પેટ્રોલિંગ દરમિયાન ભરતનગર ગામના પાટિયા પાસે આવેલ ભરતવન ફાર્મ પાસેથી કલરકામનો વ્યવસાય કરતા આરોપી હસનભાઈ ઓસમાણભાઈ બ્લોચ રહે.મકરાણી વાસ મોરબી નામના શખ્સને દેશી બનાવટની મેગેઝીન વાળી પિસ્તોલ કિંમત રૂપિયા 10,000 સાથે ઝડપી લઈ મોરબી તાલુકા પોલીસ મથકમાં આર્મ્સ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text

- text