મોરબીના ઉંચી માંડલ ગામેથી પરિણીતા લાપતા

- text


મોરબી : મોરબી તાલુકાના ઉંચી માંડલ નજીક આવેલ ટેસા સેનેટરીના કારખાનામા રહેતા રેખાબેન બાબુભાઇ ગાગીયા ઉ.41 નામના પરિણીતા ગત તા.10ના રોજ પોતાના ભાઈના ઘેર જવાનું કહીને નીકળ્યા બાદ લાપતા બની જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરવામાં આવી છે. રેખાબેને ઘરેથી નીકળતી વખતે પીળી સાડી પહેરેલ હતી, તેમની ઉચાઇ આશરે પાંચેક ફૂટ તથા શરીરે મજબુત બાંધાના અને વાને ઘઉંવર્ણના છે.અને તેમના હાથની કલાઇ ઉપર ત્રણ સ્ટાર ત્રોફાવેલ છે તથા જમણા હાથની પહેલી આગળી કપાઇ ગયેલ છે. રેખાબેન વિશે કોઈને જાણ થાય તો તપાસનીશ અધિકારી જે.એમ.જાડેજા પો.હેઙ.કોન્સ. મોબાઇલ નંબર 99254 28070 અથવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ટેલિફોન નંબર 02822 242592 ઉપર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

- text

- text