મોરબીમાં સ્ત્રી સશક્તિકરણની થીમ ઉપર અદભુત રંગોળીનું સર્જન

- text


મોરબી : મોરબીમાં દિવાળી નિમિતે દરેક ઘરના આંગણામાં વૈવિધ્યસભર કલરોથી બનાવેલી મનમોહક રંગોળીથી દિપી ઉઠ્યા છે. ત્યારે મોરબીમાં મહિલાઓના હિતમાં કામ કરતા સખી વનસ્ટોપ સેન્ટરના સ્ટાફ દ્વારા પ્રકાશ પર્વ દીપાવલી નિમિતે મહિલા સશક્તિકરણની થીમને અનુરૂપ અદભુત રંગોળીનું સર્જન કરવામાં આવ્યું હતું. આ રંગોળીમાં ત્રિશુલ, ન્યાયનું તરાજુ, સ્ત્રી, પુસ્તક, પોલીસ અને ડોકટરના સાધનો સહિતનું સર્જન કરી આજની નારી ગમે એવા પડકારોને પહોંચી વળવા સક્ષમ હોવાનો મેસેજ આપ્યો છે.

- text