એ ગઈ… રવાપર રોડ ઉપર રીક્ષા ખુલ્લી ગટરના ઢાંકણામાં ફસાઈ

- text


મોતના કુવા જેવી ભૂગર્ભ ગટરના ઢાંકણ નાખવામાં પાલિકાની આળસ કોઈનો ભોગ લેશે

મોરબી : મોરબીમાં નાદાર જેવી નગરપાલિકાની લાપરવાહીને પાપે શહેરમાં અનેક જગ્યાએ ભૂગર્ભ ગટરના ઢાંકણા ન નાખવામાં આવતા રોજબરોજ અકસ્માતો સર્જાઈ રહ્યા છે તેવામાં ગઈકાલે રાત્રે મોરબીના રવાપર રોડ ઉપર એક માલવાહક રીક્ષા ખુલ્લી ભૂગર્ભમાં ખાબકતા જાનહાની સહેજમાં ટળી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ માણેક સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરની કુંડી ખુલ્લી પડી હોય નાગરિકો દ્વારા ગટર ઢાંકવા માટે અનેક વખત રજુઆત કરવામાં આવી હતી છતાં પણ ગટરનું ઢાંકણું ન નાખવામાં આવતા ગઈકાલે રાત્રે એક માલવાહક રીક્ષા ગટરમાં ખાબકી હતી. આ ઘટના બાદ સ્થાનિક રહેવાસીઓ દ્વારા પાલિકાને રજુઆત કરી હતી પરતું પાલિકા દ્વારા કોઈ જ પગલાં લેવાયા ન હતા.

- text

- text