ડેમ અપડેટ : ઘોડાધ્રોઈ ડેમ ઓવરફ્લો, 2 દરવાજા ખોલાયા, નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા 

- text


મોરબી : મોરબી તાલુકામાં સતત વરસાદના કારણે ઝીકીયાળી ગામ પાસે આવેલા ઘોડાધ્રોઈ ડેમ સો ટકા ભરાઈ ગયો છે અને સતત પાણીની આવક ચાલુ હોય ડેમના 2 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે. જેના કારણે ડેમનું પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં આવતા ગામોને તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા નદીના પટમાં અવર-જવર ન કરવા અને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.

ઝીકીયાળી ગામ પાસેનો ઘોડાધ્રોઈ ડેમ ઓવરફ્લો થતા મોરબી તાલુકાના જીવાપર, જસમતગઢ, શાપર, જેતપર (મચ્છુ), શાપર અને માળિયા (મી.) તાલુકાના માણબા, સુલતાનપુર અને ચીખલી ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે.

- text

- text