વાંકાનેરના ઘીયાવડના વિદ્યાર્થીએ દોડ સ્પર્ધામાં જિલ્લામાં દ્વિતિય સ્થાન પ્રાપ્ત કર્યુ

- text


મોરબી : વિદ્યાર્થીઓના શારીરિક વિકાસના ધ્યેયને સિધ્ધ કરવા માટે સરકાર દ્વારા સ્કુલ ગેમ્સનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. જે અન્વયે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત અને જીલ્લા રમત-ગમત કચેરી, મોરબી દ્વારા સર્વોપરી સ્કુલ, સાદૂળકા ખાતે જીલ્લા કક્ષાની એથ્લેટિક્સ વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેરના ઘીયાવડ શાળાના વિદ્યાર્થીએ જિલ્લા કક્ષાએ દ્વિતીય નંબર મેળવ્યો હતો.

- text

આ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ વિજેતા બનેલા વિદ્યાર્થીઓએ વિવિધ એથ્લેટિક્સ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં ઘીયાવડ પ્રા.શાળાના જમોડ પ્રવીણ રણછોડભાઈએ અંડર-14 માં 400 મીટર દોડમાં દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરી શાળા પરિવાર, માતા-પિતા તેમજ ઘીયાવડ ગામનું ગૌરવ વધાર્યુ છે. જીલ્લા કક્ષાએ વિજેતા બનેલા જમોડ પ્રવિણને તેમજ તેમને તાલીમ આપનાર શિક્ષક રવજીભાઈને શાળા પરિવાર તેમજ આચાર્ય વિરેન્દ્રસિંહ પરમાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

- text