ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્થે 30મીથી મોરારી બાપુની રામકથા

- text


કબીરધામ ખાતે આયોજિત કથામાં સાંસદ મોહનભાઈ કુંડારીયાના મનોરથી બન્યા, તા.1થી 6 ઓક્ટોબર સુધી દરરોજ રાત્રે સંગીત સંધ્યાનું આયોજન

મોરબી : મોરબીના નાની વાવડી ખાતે આવેલ કબીરધામના આંગણે પૂજ્ય મોરારીબાપુ પુલ દુર્ઘટનામાં નિર્વાણ પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલિ તથા પ્રભુ પ્રાર્થના અર્થે રામકથાનું રસપાન કરાવવાના છે. આ કથાનો તા. 30 સપ્ટેમ્બરે સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન પ્રારંભ થશે. કથાનો વિરામ તા. 8 ઓક્ટોબરને રવિવારના રોજ થશે.

- text

કથાનો સમય સવારે 9:30 થી 1:30 વાગ્યા સુધીનો રહેશે. આ કથાના મનોરથી તરીકે સાંસદ મોહનભાઈ કુંડારીયા રહ્યા છે. કથાની પોથીયાત્રા તા. 30 સપ્ટેમ્બરના બપોરે 2 કલાકે મોહનભાઈ કુંડારીયાના ઘરેથી કબીરધામ સુધી યોજાશે. આ ઉપરાંત કથા દરમિયાન દરરોજ સાંજે 4થી 7 કલાકે સંગીત સંધ્યા યોજાનાર છે. જેમાં તા.1 ઓક્ટોબરને રવિવારના રોજ રાજભા ગઢવી, નિલેશ ગઢવી અને પિયુષ મહારાજ જમાવટ કરશે. તા.2 ઓક્ટોબરને સોમવારે શૈલેષભાઈ મહારાજ, માયાભાઈ આહીર, પિયુષ મહારાજ, તા. 3 ઓક્ટોબરને મંગળવારે રામદાસ ગોંડલીયા, જયશ્રીદાસ માતાજી, તા. 4 ઓક્ટોબરને બુધવારે ઓસમાણ મીર, લલીતાબેન ઘોડાધ્રા, તા.5 ઓક્ટોબરને ગુરુવારે દેવાયત ખવડ બીરજુ બારોટ, તા. 6 ઓક્ટોબરને શુક્રવારે પરસોતમ પરી અને હરેશદાન ગઢવી જમાવટ કરવાના છે.

- text