મોરબીની પ્રજા જાગતા જ પાલિકા દ્વારા જીવલેણ ખાડાઓ બુરવાનું શરૂ 

- text


હજુ માત્ર સોશિયલ મીડીયામાં જ જાગેલી પ્રજા ખરાઅર્થમાં રસ્તા ઉપર આવે તે પહેલા જ તંત્ર દોડતું 

મોરબી : મોજીલું મોરબી હવે જાગેલું મોરબી બન્યું છે, મોરબીમાં ગંદકી, ખાડા રાજથી ત્રસ્ત પ્રજાની સહનશક્તિ ખૂટતા છેલ્લા ત્રણેક દિવસથી રાજકારણીઓની આંખે ન થવાયની નીતિ અપનાવી લોકોએ સોશિયલ મીડિયામાં પોતાની ભડાશ ઠાલવવાનું શરૂ કરતા જ પાલિકા તંત્ર સફાળું જાગ્યું છે અને આજે સવાર પડતા જ મોરબીના નગર દરવાજાથી લઈ પંચાસર રોડ અને રવાપર રોડના જીવલેણ ખાડાઓ સિમેન્ટના મિક્સરથી બુરવાનું શરૂ કરી દીધું છે.

મોરબી શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ ગંદકી, ભૂગર્ભ ગટર, અને રોડ રસ્તાઓની ભયંકર સમસ્યાએ મોં ફાડતા પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે, બીજી તરફ ધણીધોરી વગરના પાલિકા તંત્રમાં રોજેરોજ લોકોના તોલા ફરિયાદો કરી રહ્યા છે છતાં પ્રશ્નોનો ઉકેલ આવતો નથી. બીજી તરફ મોરબી શહેરની જેમ જ આજુબાજુના ઔદ્યોગિક વિસ્તારમાં આવાગમન માટે પણ ગારા કીચડના સામ્રાજ્ય વચ્ચે લોકોને રસ્તે ચાલવું મુશ્કેલ બનતા લોકોની ધીરજ ખૂટી છે અને લોકોએ હાથવગું હથિયાર એવા સોશિયલ મીડિયા ઉપર પોતાની વેદના ઠાલવવાનું શરૂ કરતા જ મોરબીના ધારાસભ્ય, પાલકના વહીવટદાર અને ચીફ ઓફિસર એક્શનમાં આવ્યા છે.

ગતરાત્રીના મોરબીના જાગૃત ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાનો વિડીયો સંદેશ થકી મોરબીની પ્રજાની વેદનાનો જવાબ આપવાની સાથે જ મોરબી પાલિકાના વહીવટદાર એન.કે.મુછાર અને ચીફ ઓફિસર હર્ષદીપ આચાર્ય લોકોની સમસ્યાનું વહેલામાં વહેલી તકે સમાધાન કરવા ખાતરી આપી હતી અને આજ એખાતરી મુજબ મોરબીના નગર દરવાજા ચોક, પંચાસર રોડ અને રવાપર રોડ સહિતના વિસ્તારમાં પડી ગયેલા જીવલેણ ખાડાઓ તંત્રે સિમેન્ટ મિક્સર નાખી બુરવાનું શરૂ કરતા પ્રજાની સોશિયલ મીડિયા લડત રંગ લાવી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.

- text

- text