હળવદમાં ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા વધુ 100 ટોયલેટ ચેર તેમજ વોકર ઉપલબ્ધ કરાયા

- text


મોરબી : ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા અલગ અલગ પ્રકારની વિવિધ પ્રવૃત્તિઓ કરી લોક ઉપયોગી બનવાના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવતા હોય છે. જેમાં ગ્રુપ દ્વારા વધુ 100 ટોયલેટ ચેર તેમજ વોકર ઉપલબ્ધ કરાયા છે.

છેલ્લા ઘણા વર્ષોથી 200 નંગ જેટલા ટોયલેટ છે તેમજ વોકર બજારમાં દર્દીઓ માટે મૂકવામાં આવ્યા હતા. ત્યારે આ તમામ 200 નંગ બજારમાં દર્દીઓ ઉપયોગ કરી રહ્યા છે તેમજ લોકોની વધુ માંગ હોવાને કારણે તાત્કાલિક ધોરણે વધુ 50 નંગ ટોયલેટ ચેર તેમજ 50 નંગ વોકર આજે દાતાઓના સહયોગથી ખુલ્લા મુકવામાં આવ્યા છે.

જેમાં હળવદની જાહેર જનતા તેમજ દર્દીઓ આ લાભ લઈ શકશે. વધુમાં ગ્રુપના પ્રમુખ અજજુભાઇ દ્વારા જાણ કરવામાં આવી કે આવનારા દિવસોમાં વધુમાં વધુ અનેક સાધનો દર્દીઓ માટે સેવામાં મુકવામાં આવશે.

ટોયલેટ ચેર અને વોકર લેવા માટે સંપર્ક કરોપટેલ ટાયર, ભવાનીનગર ઢોરા વારી ફાટક સામે, હળવદ, પ્રકાશભાઇ પટેલ મો.નં.9879311503, મયુરભાઇ પરમાર મો.નં.9067706290

- text

- text