વાંકાનેરનો મચ્છુ-1 ડેમ 70 ટકા ભરાયો, પાણીની આવક હજુ યથાવત

- text


 

વાંકાનેર તાલુકાના 20 અને મોરબી તાલુકાના 4 ગામોને સાવચેત રહેવા સૂચના

વાંકાનેર : વાંકાનેર તાલુકાનો મચ્છુ-1 ડેમ ઉપરવાસમાં વરસાદને કારણે 70 ટકા ભરાઈ ગયો છે. આ ઉપરાંત હજુ પણ પાણીની આવક ચાલુ જ હોય, નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવાની સૂચના અપાઈ છે.

વાંકાનેર તાલુકાના જાલસિકા ગામ પાસે આવેલ મચ્છુ-1 ડેમ કે જે 135 મીટરની સપાટી ધરાવે છે. ડેમમાં હાલ 152 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. ઉપરવાસમાંથી પાણીની આવક સતત ચાલુ રહેવાના કારણે ડેમ 70 ટકા ભરાઈ ગયો છે. જેથી વાંકાનેર તાલુકાના હોલમઢ, જાલસિકા, વાંકાનેર, મહિકા, કોઠી, ગારીયા, જોધપર, પાજ, રસિકગઢ, લુણસરિયા, કેરાળા, હસનપર, પંચાસર, વઘાસિયા, રાતી દેવળી, વાંકીયા, રાણેકપર, પંચાસિયા, ઢુંવા, ધમાલપર તેમજ મોરબી તાલુકાના અદેપર, મકનસર, લખધીરનગર અને લીલાપર ગામના લોકોને નદીના પટ્ટમાં અવરજવર ન કરવા અને માલ મિલકત સલામત સ્થળે ખસેડી લેવા મચ્છુ-1 સિંચાઈ યોજનાના સેક્શન ઓફિસર (ફ્લડ સેલ) દ્વારા જણાવાયું છે.

- text

- text