વાંકાનેરની ઘીયાવડ પ્રા. શાળા ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાની ઘીયાવડ પ્રાથમિક શાળા સીઆરસી જુના કણકોટ ખાતે ગુરુપુર્ણિમા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ ગુરુ વંદન કાર્યક્રમ દ્વારા આપણી સંસ્કૃતિ અને શિક્ષક ગરિમાને ઉજાગર કર્યા હતા. થોરિયા આકાશ અને થોરિયા અરુણે ગુરુ ભક્તિનું નાટક અને રાઠોડ માનસીએ ગુરુ શિષ્ય સબંધ દર્શાવતી વાર્તા તથા શિક્ષક નમ્રતાબા પરમારે ઐતિહાસિક પ્રેરક પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.

- text

આ પ્રસંગે શાળામાં બાળવાર્તા સ્પર્ધા અને કલા ઉત્સવ અન્વયે G20 સંદર્ભે ચિત્ર સ્પર્ધા, ગાયન સ્પર્ધા, વાદન સ્પર્ધા અને કાવ્ય પઠન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો. જેમાં બાળવાર્તા સ્પર્ધામાં થોરિયા કુલદીપ, ચૌહાણ સેજલ, ચૌહાણ શીતલ વિજેતા થયા હતા. ચિત્ર સ્પર્ધામાં માધાણી જયદીપ, કાવ્ય પઠન સ્પર્ધામાં થોરિયા આકાશ, ગાયન સ્પર્ધામાં મકવાણા દિવ્યા, વાદન સ્પર્ધામાં ઝાલા ભવ્યદીપસિંહ વિજેતા બન્યા હતા. બધા વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવમાં આવ્યા હતા. સમગ્ર શિક્ષક ગણે સ્પર્ધાના આયોજન માટે જહેમત ઉઠાવી હતી.

- text