હળવદ નજીક લોખંડના સળિયા બારોબાર વેચી નાખનાર ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ 

- text


કચ્છના ટ્રાન્સપોર્ટરે સુરત મોકલેલા લોખંડના સળિયા બારોબાર વેચવા મામલે નોંધાવી ફરિયાદ 

હળવદ : હળવદ પંથકમાં કચ્છ તરફથી લોખંડ ભરીને આવતા ટ્રકમાંથી બારોબાર લોખંડના સળિયા કાઢી વેચી મારવાનું કૌભાંડ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે ત્યારે કચ્છના વતની ટ્રાન્સપોર્ટરે સામખીયારીથી ટ્રકમાં સુરત રવાના કરેલ લોખંડના જથ્થામાંથી હળવદના સુસવાવ નજીક ટ્રક ચાલકે બારોબાર સળીયાની ભારી વેચી મારવા મામલે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પોલીસ મથકમાં કચ્છના ભચાઉ ખાતે રહેતા ટ્રાન્સપોર્ટર ચેતનકુમાર જગદીશભાઈ પટેલે મૂળ રાજસ્થાનના વતની ટ્રક ચાલક સ્વરૂપારામ અમરારામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે આરોપીએ તા.24 જૂનના રોજ સામખીયારીથી સુરત રવાના કરેલ લોખંડ ભરેલ ટ્રકમાંથી હળવદના સુસવાવ ગામની સીમમાં ઇનોવીન મેટલ્સ . નામના કારખાનાની બાજુમાં આવેલ પડતર જગ્યાએ લોખંડ ભરેલી ટ્રક ઉભો રાખી બારોબાર 150 કિલોગ્રામ વજનની બે ભારી સળિયા કિંમત રૂપિયા 8250 વેચી નાખી લોખંડ ભરેલો ટ્રક મૂળ પાર્ટી સુધી નહીં પહોંચાડી છેતરપિંડી કરી હતી. બનાવ અંગે હળવદ પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ આઇપીસી કલમ 407 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text