મોરબીમાં કાયદા સામે કાયદો હાથમાં લેનાર સુખદેવ પટેલ કાયદાની પકડથી દૂર

- text


સિરામીકના પૂર્વ પ્રમુખ સુખદેવ પટેલે નામદાર મોરબી કોર્ટના બેલીફની ફરજમાં રૂકાવટ કરી દમદાટી મારી રોફ જમાવ્યો હતો

મોરબી : મોરબીમા મિલ્કત જપ્તી વોરંટની બજવણી કરવા ગયેલા કોર્ટના બેલીફ સાથે ઝપાઝપી કરી દમદાટી મારી કાયદો હાથમાં લેનાર મેકસ ગ્રેનાઇટો કારખાનાના સુખદેવ પટેલ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ પણ કાયદો હાથમાં લેનાર સુખદેવ પટેલ હજુ પણ કાયદાની પકડથી દૂર રહી બિન્દાસ્ત ફરી રહ્યાનું જાણવા મળે છે.

મોરબી એડી.સિવિલ કોર્ટના જજ ચુનૌતી સાહેબની કોર્ટમાં ચાલતા કેસમાં કોર્ટના દીવાની દરખાસ્ત નંબર-20/2023ની તા.15-6-2023ની મુદતના મિલકત જપ્તીના વોરંટની બજવણી કરવા ગયેલા કોર્ટના બેલીફ ભગીરથભાઇ વીરજીભાઇ પાંચોટીયા સાથે આરોપી સુખદેવ પટેલે જાંબુડીયા ગામે આવેલ મેકસ ગ્રેનાઇટો કારખાનાની ઓફીસમાં કોર્ટનું અસ્સલ જપ્તી વોરંટ ઝૂંટવી લઈ ફાડી નાખી કેસના વાદી કનકરાય બી.શેઠ તથા પંચ દેવભાઇ ભાવેશભાઇ શેઠની હાજરીમાં બેલીફ ભગીરથભાઇ વીરજીભાઇ પાંચોટીયા રાજ્ય સેવક હોવાનું જાણતા હોવા છતાં ઇરાદા પૂર્વક અપમાન જનક અપશબ્દો તેમજ ભુંડાબોલી ગાળો આપી સુખદેવ પટેલે ભગીરથભાઈનો કાઠલો પકડી ઝપાઝપી કરી ટાંટીયા ભાંગી નાંખવાની ધમકી આપતા આ બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

- text

અગાઉ મોરબી સિરામીક એસોસીએશનના પ્રમુખ પદે રહેનાર સુખદેવ પટેલે નામદાર કોર્ટના બેલીફને દમદાટી મારી ફરજમાં રુકાવટ કરવા મામલે ફરિયાદ નોંધાયાને દસ દિવસ જેટલો સમય વીતવા છતાં વગદાર સુખદેવ પટેલ કાયદાની પકડથી દૂર હોવાનું જાણવા મળે છે. જો કે, આ ગંભીર બનાવમાં સુખદેવ પટેલને કાયદો હાથમાં લઈ કાયદાના સેવક સાથે દમદાટી મારી અને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી હોવા છતાં આ ગંભીર બનાવમાં હજુ સુધી સુખદેવ પટેલ પોલીસ પકડથી દૂર રહેતા અનેકવિધ ચર્ચાઓ ઉઠી છે.

- text