મોરબીના અદેપર જવાના માર્ગ ઉપર 10 વિજપોલ પડ્યા, વીજળી ગુલ

- text


મોરબી : મોરબી પંથકમાં ગતરાત્રીથી જ વાવઝોડાની અસરથી ભારે પવન અને વરસાદ પડી રહ્યો છે. જો કે આજે સવાર પછી પવનની ગતિ ઘણી તેજ બની છે અને અંધાધૂંધ પવન ફૂંકાય રહ્યો છે જેથી વિજપોલને ભારે નુકશાન થઈ રહ્યું છે. જેમાં મોરબીના અદેપર ગામ તરફ જવાના માર્ગ ઉપર તેજ પવનથી 10 જેટલા વિજપોલ પડી ગયા હતા. આથી આસપાસના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે.

- text

- text