નટરાજ ફાટક નજીક કોમલેક્સના ત્રીજા માળેથી પતરૂ ઉડીને ફંગોળાયું

- text


લાલબાગ પાસે એક વૃક્ષ પડી ગયા બાદ ટ્રાફિક બ્રિગેડે ઝાડ દૂર કરી રસ્તો કિલિયર કરાવ્યો 

મોરબી : મોરબીમાં પવનની ગતિ તેજ બનતા નટરાજ ફાટક પાસે કોમલેક્સના ત્રીજા માળેથી પતરૂ ઉડીને ફંગોળાયું હતું. તેમજ લાલબાગ પાસે એક વૃક્ષ પડી ગયા બાદ ટ્રાફિક બ્રિગેડે ઝાડ દૂર કરી રસ્તો કિલિયર કરાવ્યો હતો.

- text

મોરબીમાં હાલ પવનની ગતિ તેજ બની છે. અંધાધૂંધ પવન ફૂંકાવાની સાથે વરસાદ પડી રહ્યો છે અને તોફાની પવનથી નુકશાની થઈ છે. જેમાં મોરબીના સામાકાંઠે નટરાજ ફાટક પાસે વાઘજી બાપુના બાવલા સામે આવેલ શક્તિ કોમ્પ્લેક્સના ત્રીજા માળેથી ભારે પવનને કારણે પતરું ઉડીને રોડ ઉપર ફંગોળાયું હતું. સદભાગ્યે જાનહાની થઈ નથી. જ્યારે અન્ય એક ઘટનામાં નટરાજ ફાટક પાસે બ્રિજ પૂરો થતાં આવેલ વૃક્ષની મોટી ડાળખી પડી હતી અને લાલબાગ પાસે એક વૃક્ષ પડી લાલબાગ અંદર જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો.આથી ટ્રાફિક બ્રિગેડે આ વૃક્ષ દૂર કરીને રસ્તો કિલિયર કરાવ્યો હતો.

- text