હવે તમારું બાળક સ્કૂલે જવાની જિદ્દ કરશે : રેઈન્બો પ્રી સ્કૂલમાં પ્રવેશ શરૂ

 

ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોના સિંચન સાથે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ માટે પ્રખ્યાત અત્યાધુનિક ગુજરાતી માધ્યમ પ્લે હાઉસ એટલે રેઈન્બો વર્લ્ડ પ્રી સ્કૂલ કે જ્યાં બાળકોને રમવા માટે વિશેષ ગાર્ડન પ્લે – એરિયા જેમાં હિંચકા, લપસીયા, જમ્પિંગ, રાઇડર, સાઈકલ તેમજ અન્ય રમકડાંઓ સાથે વિશાળ ઓડિટોરીયમ તથા હવાઉજાસ સાથેના રંગબેરંગી ક્લાસરૂમ્સમાં બાળકોને મળશે સાચા અર્થમાં ભાર વિનાનું ભણતર : મર્યાદિત સંખ્યામાં પ્રવેશ શરૂ…

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ માટે પ્રખ્યાત ગુજરાતી માધ્યમમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ પ્રદાન કરતી મોરબીની સર્વપ્રથમ અત્યાધુનિક પ્રી સ્કૂલ એટલે રેઈન્બો વર્લ્ડ પ્રી સ્કૂલ. જે‌ને હવે નવા રંગરૂપ સાથે પાંચ વર્ષ પૂર્ણ કરી છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.

અહિં બાળકોને રમવું ગમે એવા હવાઉજાસ સાથેના રંગબેરંગી ક્લાસરૂમ્સ તથા મનગમતાં રમકડાંઓનો ખજાનો છે. જેથી બાળકની પ્રી સ્કૂલ યાદગાર બને. દરેક ક્લાસમાં મર્યાદિત સંખ્યામાં જ પ્રવેશ આપવામાં આવે છે.

બાળકોને રમવા માટે વિશેષ ગાર્ડન પ્લે – એરિયા જેમાં હિંચકા, લપસીયા, જમ્પિંગ, રાઇડર, સાઈકલ તેમજ અન્ય રમકડાંઓ તો ખરાં જ તદુપરાંત વિશાળ ઓડિટોરીયમ હોલ છે. અહિં બાળકોની સુરક્ષાનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવે છે. ફાયર સેફ્ટી તેમજ સીસીટીવી કેમેરા સાથે સંપૂર્ણ સુરક્ષિત બિલ્ડિંગ છે.

અહિં ક્વોલિફાઈડ સ્ટાફ જ રાખવામાં આવે છે તેમજ શિક્ષકોને ચાઈલ્ડ સાઈકોલોજી અને પેડાગોજી માટે વિશેષ તાલીમ માટે નિયમિત શિક્ષક પ્રશિક્ષણનું આયોજન કરવામાં આવે છે.

રેઈન્બો પ્રી સ્કૂલમાં ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોના સિંચનને પ્રાધાન્ય આપવામાં આવે છે. અહિં નિયમિત રીતે બાળકોના જન્મ દિવસની યજ્ઞ દ્વારા ઉજવણી કરવામાં આવે જેમાં માતા પિતા સાથે વિદ્યાર્થીને હવનમાં બેસવાનું હોય છે તેમજ માતા પ્રશિક્ષણનું પણ આયોજન કરવામાં આવે છે જેમાં બાળકોના ડોક્ટર્સ તેમજ બાળ તજજ્ઞો દ્વારા‌ નિયમિત રીતે માતાને બાળઉછેરની તાલીમ આપવામાં આવે છે‌. ઉપરાંત બાળકોને દર‌ મહિને પુષ્ય નક્ષત્રમાં વિનામૂલ્યે સુવર્ણપ્રાશનના ટીપાં પણ પીવડાવવામાં આવે છે.

પ્રવૃત્તિ દ્વારા શિક્ષણનો પર્યાય એટલે રેઈન્બો પ્રી સ્કૂલ. અહિં મોટાભાગનું શિક્ષણ પ્રવૃત્તિ દ્વારા આપવામાં આવે છે. દરેક વિષય માટે વિશેષ પ્રવૃત્તિઓ તૈયાર કરવામાં આવે છે. ઉપરાંત સંગીત, ડાન્સ, યોગ, જિમનાસ્ટીક‌ વગેરે જેવી સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ પણ નિયમિત કરાવવામાં આવે છે.

રેઈન્બો વર્લ્ડ પ્રી સ્કૂલ.
કન્યા છાત્રાલય રોડ,
જી.આઈ.ડી.સી પાછળ,
પ્રિયા બેકરી સામે,
શનાળા રોડ, મોરબી.
મો.નં. 8320577159
મો.નં. 7383551525