મોરબીના ઘુટુ રોડ ઉપર ગાંજા સાથે એક ઝડપાયો

- text


એસઓજી ટીમે 1.169 કિલોગ્રામ ગાંજો કબ્જે કર્યો

મોરબી : મોરબીના ઘુટુ રોડ આઈટીઆઈ સામેથી એસઓજી પોલીસે રહેણાંક મકાનમાં છાપો મારી એક શખ્સને નશીલા પદાર્થનો સંગ્રહ કરી વેચાણ કરતા ઝડપી લઈ એનડીપીએસ એકટ હેઠળ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કોન્સ્ટેબલ અસિફભાઈ રહીમભાઈ ચાણકીયાને બાતમી મળી હતી કે,ઘુટુ આઈટીઆઈ સામે રહેણાંક મકાનમાં મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ રોડનો વતની કાદરભાઈ નાનુભાઈ મુલતાની ઉ.35 નામનો શખ્સ ગાંજાનું વેચાણ કરે છે. જે બાતમીને આધારે એસઓજી ટીમે દરોડો પાડી કાદરભાઈ નામના શખ્સને 1.169 કિલોગ્રામ ગાંજો, કિંમત રૂ.11690, એક મોબાઈલ કિંમત રૂપિયા 5000 તેમજ રોકડા રૂપિયા 2400 સહિત 19,090ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ એનડીપીએસ એકટ મુજબ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text

આ સફળ કામગીરી એસઓજી પીઆઇ એમ.પી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.આર.કેસરિયા, એમ.એસ.અંસારી, એ.એસ.આઈ. રણજીતભાઈ બાવડા, રસિકકુમાર કડીવાર, ફારૂકભાઈ પટેલ, હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ જોગરજીયા, મહાવીરસિંહ પરમાર, જુવાનસિંહ રાણા, સતિષભાઈ ગરચર, પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ મિયાત્રા, આસિફભાઈ રાઉમા, માણસુરભાઈ ડાંગર, કમલેશભાઈ ખામ્ભલિયા, સામતભાઈ ચાચુ અને અશ્વિનભાઈ લોખીલ સહિતના સ્ટાફે કરી હતી.

- text